Tuesday, January 13, 2015

Chats


પાપડી ચાટ

સામગ્રી : 200 ગ્રામ કર્કરી પાપડી (પૂરી), 100 ગ્રામ ચીઝ, 2 ટામેટા, 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1/2 કપ ફૂદીનાનાં પાંદડા, 2-3 નાની ચમચી ચાટનો મસાલો, 200 મિ.લી. ટોમેટો કેચપ, 4 ચમચી છીણેલું કોપરું.

સામગ્રી : 200 ગ્રામ કર્કરી પાપડી (પૂરી), 100 ગ્રામ ચીઝ, 2 ટામેટા, 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1/2 કપ ફૂદીનાનાં પાંદડા, 2-3 નાની ચમચી ચાટનો મસાલો, 200 મિ.લી. ટોમેટો કેચપ, 4 ચમચી છીણેલું કોપરું.


રીત : ચીઝને સૌથી પ્રથમ છીણી લો, ડુંગળી, ટામેટું, કોથમીર અને ફૂદીનાના પાંદડાને સમારી લો. પાપડીના કકડા કરી ચીઝમાં આ બધી વસ્તુઓ બરાબર મિશ્ર કરી દો. તેના પર થોડો ચાટ મસાલો ભભરાવો. ટોમેટો કેચઅપ દ્વારા સ્વાદને વધુ વધારી શકાય. કોથમીર અને છીણેલું કોપરું ઉપરથી ભભરાવો. આ ચાટ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે.

ભજિયાં ચાટ

સામગ્રી : 100 ગ્રામ ચણાનો લોટ, 1 ચપટી સોડા બાય કાર્બોનેટ (સોડા), 1 ચમચો સમારેલા લીલા ધાણા, મીઠું (સ્વાદ અનુસાર), તળવા માટે તેલ, એક નાના બટાટાના નાના નાના પતીકા કરવા, એક નાના રીંગણની નાની સ્લાઈસ કરવી, 50 ગ્રામ પનીર, પનીરને પણ સ્લાઈસના સ્વરૂપમાં કાપી લેવું. 10 લાંબા લીલાં મરચાં.

ચાટ માટે સામગ્રી : બે બાફેલા બટાટા (નાના ટુકડા કરી લેવા), 100 ગ્રામ સાદી બુંદી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જીરાનો ભૂકો, ચાટ મસાલો અને સ્વાદ માટે મીઠું, 4 ટેબલ સ્પૂન લીલી ચટણી, 8 ટેબલ સ્પૂન મીઠી ચટણી, 1 કપ જાડું દહીં. સજાવટ માટે ઝીણા સમારેલા ધાણા, લાલ મરચું, જીરૂનો ભૂકો.

રીત : ભજિયાં બનાવવા માટે ચણાના લોટમાં થોડું પાણી, સોડા, લીલા ધાણા વગેરે ઉમેરી બરાબર ફીણી લઈ ખીરું બનાવવું. ત્યાર બાદ કડાઈમાં તેલ મૂકી પનીરને તળી લેવું. કાપેલા બટાટા, રિંગણ (મરચાં પણ ઉમેરી શકાય) વગેરેને ખીરામાં બોળી ભજિયાંના રૂપમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લેવા. સહેજ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા, પછી તેને ઠંડા થવા દો.

ચાટ બનાવવા માટે સૌ પ્રથમ તળેલા ભજિયાને એક મોટી પ્લેટમાં લઈ લો. બાફેલા બટાટાની સ્લાઈસ અને બુંદીને તેના ઉપર ગોઠવો. તેના પર લાલ મરચું, જીરુંનો ભૂકો અને ચાટ મસાલો ભભરાવો. તમે ઈચ્છો તો ઉપર મીઠું પણ ભભરાવી શકો. તેના ઉપર લીલી ચટણી, મીઠી ચટણી અને દહીં રેડો. સજાવટ માટે લીલા ધાણા, લાલ મરચું, જીરાનો ભૂકો ભભરાવો. તરત પીરસી દો.

આલુ ચાટ

સામગ્રી : 250 ગ્રામ નાની બટાટી (બાફીને છાલ ઉતારી લીધેલી), 1 ઝૂડી ફૂદીનો, 1 ચમચી લીંબુનો રસ-ખટાશ વધુ પસંદ હોય તો 2 ચમચી, ઝીણા સમારેલાં 8-10 લીલા મરચાં, 2 ચમચી જીરૂનો બારીક ભૂકો, 2 ચમચી ચાટ મસાલો, 2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર, છ ચમચા બાંધેલું દહીં, આદુનો એક નાનો ટુકડો, 1 ચમચી સંચળ, 50 ગ્રામ કાજુ.

રીત : ગેસ પર નોન સ્ટીક પેન મૂકી તેલ ઉમેરો, તેલ બરાબર ગરમ થાય એટલે બટાટા સહેજ સોનેરી થાય એ રીતે તળી લો. બહારની સાઈડે થોડા કકરા દેખાવવા જોઈએ. કાજુ, ફુદીનાનાં પાંદડાં, લીલાં મરચાં, દહીં, આદું, સંચળ સ્વાદ માટે, થોડું મીઠું ઉમેરી શકાય. આ બધાને મિશ્ર કરી પેસ્ટ બનાવો. પછી પેસ્ટ બાજુ પર મૂકો. બાજુ પર મૂકેલા બટાટાને એક મોટા બાઉલમાં લઈને તેના પર પેસ્ટ અને સૂકો મસાલો જેવો કે જીરૂનો ભૂકો, ચાટ મસાલો, મીઠું વગેરે ભભરાવો અને બટાટા પર આ બધાનું આવરણ થાય એ રીતે હલાવો. તેમાં લીંબુનો રસ ઉમેરો. ગરમગરમ પીરસો. ઉપરથી થોડો ચાટ મસાલો, ઝીણા સમારેલા ધાણા તેમજ ફૂદીનો, ઝીણું સમારેલું લીલું મરચું વગેરે ભભરાવી. આકર્ષક રીતે સજાવી પીરસો. આ ચાટ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. ટૂથપિક લગાવી સર્વ કરો.

નૂડલ્સ પકોડા ચાટ

સામગ્રી :
200 ગ્રામ અઘકચરા બાફેલા નૂડલ્સ, 4 મધ્યમ આકારના બાફેલા બટાકા, 4 ટેબલ સ્પૂન ટોમેટો સોસ, 1 ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર. તળવા માટે રિફાઈન્ડ તેલ, શણગારવા માટે સમારેલા ધાણા, છીણેલું કોપરું.

રીત :
બધી સામગ્રીને એક સાથે મેળવીને પકોડાના આકારમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. હવે નૂડલ્સ પકોડાની દહીં, આમલીની મીઠી ચટણી, ટોમેટો સોસ, સેવ, ચાટ મસાલો, લાલ મરચું, ધાણા અને કોપરાનું છીણ ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

વેજીટેબલ હોટ અને સાવર સૂપ(વિથ નુડલ્સ)

સામગ્રી ઃ સ્ટોક માટે ટમેટા ૧૦૦ ગ્રા. ગાજર ૨૦૦ ગ્રામ, ફણસી ૧૦૦ ગ્રા., કાંદા ૧૦૦ ગ્રા, બટેટા ૧૦૦ ગ્રા., ભાત ૧ચમચો, લસણ ૫ કળી, કોબી ૧૦૦ ગ્રામ, ગાજર ૨૦૦ ગ્રામ, લીલા કાંદા ૧૦૦ ગ્રા. તેલ ૨ ચમચા, આજીનો મોટો ચપટી, લાલ મરચાં ૩ નંગ, વીનેગાર ૨ ચમચા, કોર્નફલોર ૩ ચમચા, સોયાસોસ ૩ ચમચા, મીઠુ મરી પ્રમાણસર.

રીત ઃ (૧) વેજી સ્ટોક માટે શાકને ધોઇને સમારીને બાફી લો અને ગાળી લો. ૨ કપ થવો જોઇએ. કોર્નફલોર સોસાસોસ મીક્સ કરો.

(૨) વીનેગારમાં લાલ મરચાની રીગ સમારીને નાખો અને ઉકાળો તેને કોર્નફલોરમાં મીક્સ કરો સૂપ માટે કોબી અને ગાજર છીણી લો. લાલા કાંઃઈં૧૪૬તા ઝીણા સમારો.

(૩) એક વાસણમાં તેલ ગરમ કરીને ગાજર, કોબી, લીલા કાંદા, આજીનો મોટો નાખો. તેમાં મીઠુ મરી નાંખો. પાંચ મીનીટ ફાસ્ટ ગેસ પર રાખીને તરત જ ઉપક તૈયાર કરેલ સોસ નાંખો. પાણીની જરૂર હોય તો મીક્સ કરીને પાંચ મીનીટ ઉકાળો અને નીચે ઉતારો.

(૪) સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ આપો.

સ્વીટ કોર્ન સૂપ (વિથ નુડલ્સ)

સામગ્રી ઃ ખાંડ ૧ ચમચી, મીઠુ મરી પ્રમાણસર, વીનેગાર ૨ ચમચા, લીલા મરચા ૪ નંગ, મકાઇ ૭ નંગ, આજીનો મોટો ૩/૪ ચમચી, સોયાસોસ ૧/૨ ચમચી, કોર્નફલોર ૨ ચમચા, ચીલી સોસ પ્રમાણસર

રીત ઃ (૧) મકાઇ છોલીને છ મકાઇ છીણી લો. એક મકાઇના તાતણા કાઢો

(૨) તેમાં ૬ કપ પાણી નાંખીને કુકરમાં બાફી લો.

(૩) બે કપ પાણીમાં કોર્નફલોર મીક્સ કરો તેને બાફીને મકાઇમાં નાખીને ગરમ કરો.

(૪) તેમાં આજીનો મોટો ખાંડ, મીઠૂ મરી નાખીને ૨૦ મીનીટ ઉકાળો છેલ્લે સોયા સોસ નંખો.

(૫) વીનેગારમાં લીલા મરચાના ઝીણા પીસ કરીને નાખો અને મીઠુખાંડ, જરા નાંખીને ગરમ કરો. સર્વ કરતી વખતે બાઉલમાં કાઢીને આપો.

(૬) તેમાં વેજીટેબલ્સ નાખવા હો તો ગાજરનો પીસ બાફેલી ફણસીના પીસ અને કોબીનું છીણ નાખી શકાય.

ચાઇનીઝ ફાઇડ રાઇસ વિથ નુડલ્સ

સામગ્રી ઃ ગાજર ૧૦૦ ગ્રામ, કેપ્સીકમ ૧૦૦ ગ્રામ, કોબી ૨૦૦ ગ્રામ, ફણસી ૬ નંગ, કાંદા ૨ નંગ, લીલા કાંદા ૨ નંગ,

બાસમતી ચોખા ૧ કપ, તેલ ૪ ચમચા, મીઠુ પ્રમાણસર, આજીનો મોટો ચપટી, સોયાસોસ ૩ ચમચી, બાફેલા અથવા તળેલા નૂડલ્સ ૧ કપ, ચીલી સોસ ૧ ચમચી.

રીત ઃ (૧) લીલા કાંદા સમારીને સાંતળીને મૂકી રાખો.

(૨) કાંઃઈં૧૪૬તાને છોલીને સળી જેવા સમારો, ગાજરને લાંબા પટ્ટી જેવા સમારો,

(૩) ફણસી કેપ્સીકમ પણ લાંબી પટ્ટી જેવા સમારો, કોબી લાંબી પાતળી સમારો,

(૪) એક વાસણમાં તેલ ગરમ મૂકો એક કાંદા સળી સાંતળીને કાઢી લો. બાકીના કાંઃઈં૧૪૬તા સાંતળો તેમાં અધકચરી બાફેલી ફણસી નાખો અને આજીનો મોટો નાંખો.

(૫) તેમાં ગાજર-કોબી મીઠુ નાંખો. છેલ્લે કેપ્સીકમ નાખો. બરોબર ચડી જાય પછી નીચે ઉતારો.

(૬) ભાત મીઠુ નાંખીને રાંધી લો. છૂટા થવા જોઇએ. તેને ઠંડા કરો.

(૭) ઉપરના શાકમાં ભાત અને સોયાસોસ મીક્સ કરો. તેમાં

(૮) સાંતળેલા લીલા કાંઃઈં૧૪૬તા- કાંદાની સળી અને ન્યુડલ્સ નાખો અને ચીલી સોસ તળીને બરોબર મીક્સ કરીને સર્વ કરો.

વેજીટેબલ સ્વીટ એન્ડ સાવર નુડલ્સ સૂપ

સામગ્રી ઃ વેજીટેબલ્સ ગાજરના મોટા પીસ, વટાણા ફોલેલા, ફલાવરના ફુલ કેપ્સીકમના પીસ કોબી લાંબી સમારેલી કાંઃઈં૧૪૬તાની સળી આ બધું ૩ કપ લેવું.

લીલા કાંઃઈં૧૪૬તા ૨૦૦ ગ્રામ, મીઠુ-મરી પ્રમાણસર, આઃઈં૧૪૬તુનું છીણ ૦| ચમચી, સલાડ ઓઇલ ૨ચમચા, આજીનો મોટો ચપટી, કેચઅપ ૨ ચમચા, પાઇનેપલના પીસ ૧ ચમચો,

સોસ માટે ઃ કોર્નફલોર ૨ ચમચા, સોયાસોસ ૧ ચમચી, વીનેગર ૨ ચમચા, ખાંડ ૪ ચમચા, પાણી ૧ કપ, મીઠુ પ્રમાણસર

રીત ઃ (૧) સોસ માટેની સામગ્રી એક વાસણમાં મીક્સ કરીને રાખો.

(૨) લીલા કાંઃઈં૧૪૬તા ધોઇને સમારો. તેમાં કાંઃઈં૧૪૬તા નાના હોય તે આખા રાખો શાકભાજીના ચોરસ પીસ કરો.

(૩) એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાંઃઈં૧૪૬તાની સળી નાંખો. પછી કેપ્સીકમ સિવાયના બધા શાક નાંખો. તેમાં મીઠુ અને આજીનો મોટો નાખીને હલાવો. શાક ચડી જવા આવે પછી લીલા કાંઃઈં૧૪૬તા નાંખો.

(૪) છેલ્લે કેપ્સીકમ અને પાઇનેપલના પીસ નાંખો અને તૈયાર કરેલો સોસ, મીઠુ, મરી, આઃઈં૧૪૬તુનું છીણ નાખીને હલાવો. બરાબર મીક્સ કરીને નીચે ઉતારો. તેમાં કેચઅપ નાખીને સર્વ કરો.

વેજીટેબલ મન્ચુરીયન નુડલ્સ સૂપ

સામગ્રી ઃ સોસ માટે ઃ સોસાસોસ ૧ ચમચો, ચીલી સોસ ૧ ચમચી, પાણી ૨ કપ, કોર્નફલોર ૧ ચમચો, લસણ વટેલું ૨ ચમચી, કાંદાનું છીણ ૧ ચમચો, ગાજરનું છીણ ૧ ચમચો, કોબીનું છીણ ૧ ચમચી, મીઠુ પ્રમાણસર, આદુંતુનું છીણ ૦ાા ચમચી, વીનેગર ૦|| ચમચો, લાલ મરચુ ૧ ચમચી,

મન્ચુરીયન માટે ઃ કોબી ૧૫૦ ગ્રામ, ગાજર ૨૫૦ ગ્રા., આદુંતુ મરચા ૧ ચમચી, મીઠુ પ્રમાણસર, તેલ તળવા માટે, આજીનો મોટો ૦|| ચમચો, કોર્ન ફલોર ૨ ચમચા.

રીત ઃ (૧) કોબી અને ગાજર છીણી નાંખો. તેને નીચોવીને તેમાં કોર્નફલોર મીઠુ, આજીનો મોટો, અને આદુંતુમરચા, અથવા ચીલી સોસ મીક્સ કરો. અને વડા જેવું ખીરૂં બનાવો.

(૨) તેમાંથી નાના નાના ભજીયા બનાવીને ગરમ તેલમાં તળી લો. ભજીયા ખાલી કોબીના કે ગાજરના પણ કરી શકાય. અને મીક્સ પણ કરી શકાય.

(૩) સોસ બનાવવા માટે એક વાસમાં એક ચમચા તેલ ગરમ કરીને લસણ અને આદું સાંતળો તરત જ કાંદા, કોબી ગાજરનું છીણ સાંતળો તેમાં આજીનો મોટો નાંખો ચીલી સોસ નાખો.

(૪) પાણીમાં કોર્નફલોર, સોયાસોસ, વીનેગર, મીઠુ-મરચુ નાખીને તેમાં મીક્સ કરો. પાંચ મિનિટ ઉકળવા દો.

(૫) સર્વ કરતી વખતે ગાર્લીક સોસોમાં મન્ચુરીયન નાખીને સર્વ કરો.

ફ્રુટ વેજ નુડલ્સ સલાડ(સંજીવની સેલડ)

સામગ્રીઃ-
૪ કેળાં, ૧ કાકડી, ૧ સફરજન, ૧ કપ બાફેલાં ખારાં નૂડલ્સ. ૧૧/૨ કપ સેલડ ક્રીમ, ચપટી મીઠું, ૨ મોટા ચમચા ટામેટાંનો સોસ. ૧ મોટો ચમચો દાડમના દાણા, ૧ ચમચી બૂરું ખાંડ, સહેજ મરીનો પાઉડર.


સજાવટ માટેઃ-
૧ કપ સમારેલી કોબીજ, ૨ ગાજર, ૨ મોટા ચમચા ફણગાવેલા સીંગદાણા, ૧ મોટો ચમચો દાડમના દાણા.

સામગ્રીઃ- ૧૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨ ચમચી બૂરું ખાંડ, ૩ મોટા ચમચા તાજું ઘટ્ટ દહીં, ૧/૨ ચમચી રાઈના કુરિયા, ૧/૪ ચમચી મીઠું, સહેજ મરીનો પાઉડર.

રીતઃ- કેળાં, કાકડી અને સફરજનના નાના નાના ટુકડા કરો તેમાં નૂડલ્સ, સેલડ ક્રીમ, દાણા પણ નાખી દો અને ખૂબ ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકો. કોબીજને ૧૫ મિનિટમાટે એકદમ ઠંડા પાણીમાં મૂકી રાખો. ગાજરને છીણી નાખો.
હવે એક ગોળ પ્લેટમાં વચ્ચોવચ સેલડનંુ મિશ્રણ પાથરો..

તેના પર ફણગાવેલા સીંગદાણા તથા દાડમના દાણાથી સજાવટ કરો તેની ચારે બાજુ સમારેલ કોબીજ તથા ગાજરની છીણથી સજાવટ કરો. ત્યાર બાદ તેને ફ્રીજમાં મૂકી ઠંડુ થવાદો. એકદમ ઠંડુ થયા પછી જ પીરસવું. સેલડ ક્રીમ બનાવવા માટે ક્રીમને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણો, દહીં પણ ફીણીને તેમાં ભેળવી દો. બાકીની સામગ્રી તેમાં ભેળવી એકદમ ઠંડુ થાય તે માટે ફ્રીઝમાં મૂકવું.

ચાઇનીઝ નુડલ્સ સમોસા

સામગ્રી

મેંદો- ૨ વાડકી, બેકિંગ પાઉડર- ૧ ચમચી, તેલ- ૨ ચમચી (મોણ માટે), મીઠું- સ્વાદ મુજબ, તેલ- તળવા માટે, ભરવા માટે: કોબી- ૧ કપ (બારિક સમારેલી), ડુંગળી- ૧ કપ (બારિક સમારેલી), નૂડલ્સ- ૧ કપ (બાફેલા), કેપ્સિકમ- ૧ નંગ, ગાજર- ૧ નંગ, ગરમ મસાલો- ૧ ચમચી, સોયા સોસ- ૧ ચમચી, ચીલી સોસ- ૧ ચમચી, બટાકા- ૨ નંગ (બાફી બારિક સમારેલા), તેલ- ૨ ચમચી, મીઠું- સ્વાદાનુસાર

રીત

મેંદામાં મીઠું, બેકિંગ પાઉડર અને મોળ ભેળવી કળક બાંધો. કડાઇમાં બે ચમચી તેલ મૂકી બધા શાકભાજી સાંતળી લો. બાફેલા નૂડલ્સમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. મેંદાના લૂઆ કરી પાતળી મોટી રોટલી વણો. વરચે કાપીને કોન બનાવો. એમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી બરાબર બંધ કરી દો. તેલ ગરમ કરી ધીમી આંચ પર સમોસા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમ-ગરમ સમોસા સોસ સાથે સર્વ કરો.

નૂડલ્સ વેજીટેબલ ભેળ(ખાઉસવે)

સામગ્રી :

૨૦૦ ગ્રામ નૂડલ્સ, ૧ ચમચી લીલું લસણ, ૧ ચમચી લીલા કાંદા, ૫ થી ૬ નંગ ફુદીનાના પાન, અડધી ચમચી તળેલું લસણ, લીલા ધાણા જરૂર પ્રમાણે, ૨ ચમચી તેલ, ૧ નંગ ડુંગળી, ૧ ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ, ૧ વાટકો નાળીયેરનું દૂધ (નાળીયેરનું દૂધ બનાવવા માટે નાળીયેરના નાના કટકા કરી તેમાં પાણી ઉમેરી ક્રશ કરી, તેનું દૂધ તૈયાર કરો), ૧ ચમચી દાળીયાનો ભૂકો, ૧ કપ બાફેલા વટાણા-ગાજર અને ફણસી, મીઠું સ્વાદાનુસાર, ૧ ચમચી લીંબુનો રસ.

રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં ૨ ચમચી તેલ મૂકો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. ડુંગળીનો કલર બ્રાઉન થાય એટલે તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી નાળીયેરનું દૂધ ઉમેરો. ત્યારબાદ તેમાં દાળીયાનો ભૂકો ઉમેરી મિકસ કરો. હવે તેમાં બાફેલા વટાણા-ગાજર અને ફણસી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરી થોડું ઉકળવા દો એટલે નાળીયેરની કઢી તૈયાર.

હવે એક બાઉલમાં બાફેલા નૂડલ્સ લો. તેમાં મીઠું, લીલું લસણ, તળેલું લસણ, લીલા કાંદા, થોડો ફુદીનો, લીલા ધાણા અને તૈયાર કરેલ કઢી તેમાં ઉમેરી મિકસ કરો. બર્મિશ ખાઉસવે તૈયાર.

નૂડલ કટલેટ્સ

સામગ્રી :

બાફેલાં નૂડલ્સ- ૨૫૦ ગ્રામ, માખણ- ૨ ચમચા, મેંદો- ૨ ચમચા, દૂધ- ૨ કપ, ચીઝનું છીણ- અડધો કપ, રાઈના કુરિયા- પા ચમચી, મરીનો પાઉડર- અડધી ચમચી, તાજા બ્રેડક્રમ્બ્સ- જરૂર પ્રમાણે, મીઠું- સ્વાદ મુજબ, તેલ- ૧ ચમચી અને તળવા માટે

રીત :

માખણને ગરમ કરી તેમાં મેંદો બે મિનિટ માટે શેકો. ધીમે ધીમે દૂધ રેડતાં જઈ સતત હલાવતાં રહો જેથી ગાંઠા ન બાઝી જાય. હવે તેમાં ચીઝ, મીઠું, રાઈના કુરિયા, મરીનો પાઉડર નાખી હલાવીને મિકસ કરો. નૂડલ્સ તોડીને તેમાં મિકસ કરો. બેકગિં ડિશને ગ્રીઝ કરી તેમાં આ મિશ્રણને એકસરખું પાથરો. થોડી વાર ઠંડું થવા દઈ પછી તેને ફ્રિજમાં મૂકી સેટ થવા દો.

અડધા કલાક પછી બહાર કાઢી એક ચમચો મિશ્રણ લઈ ગોળો વાળીને બ્રેડક્રમ્બ્સમાં રગદોળી મનગમતો આકાર આપો. આ પ્રમાણે બધી કટલેટ્સ બનાવો. તેને ફ્રિજમાં પંદર-વીસ મિનિટ માટે મૂકો. હવે એક પેનમાં સહેજ તેલ મૂકી તેમાં કટલેટ્સને મઘ્યમ આંચે આછા બ્રાઉન રંગની સાંતળો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો અને ગરમ જ સર્વ કરો.

No comments:

Post a Comment