Tuesday, January 13, 2015

Salad

ફ્રુટ વેજ નુડલ્સ સલાડ(સંજીવની સેલડ)

સામગ્રીઃ-
૪ કેળાં, ૧ કાકડી, ૧ સફરજન, ૧ કપ બાફેલાં ખારાં નૂડલ્સ. ૧૧/૨ કપ સેલડ ક્રીમ, ચપટી મીઠું, ૨ મોટા ચમચા ટામેટાંનો સોસ. ૧ મોટો ચમચો દાડમના દાણા, ૧ ચમચી બૂરું ખાંડ, સહેજ મરીનો પાઉડર.


સજાવટ માટેઃ-
૧ કપ સમારેલી કોબીજ, ૨ ગાજર, ૨ મોટા ચમચા ફણગાવેલા સીંગદાણા, ૧ મોટો ચમચો દાડમના દાણા.

સામગ્રીઃ- ૧૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨ ચમચી બૂરું ખાંડ, ૩ મોટા ચમચા તાજું ઘટ્ટ દહીં, ૧/૨ ચમચી રાઈના કુરિયા, ૧/૪ ચમચી મીઠું, સહેજ મરીનો પાઉડર.

રીતઃ- કેળાં, કાકડી અને સફરજનના નાના નાના ટુકડા કરો તેમાં નૂડલ્સ, સેલડ ક્રીમ, દાણા પણ નાખી દો અને ખૂબ ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકો. કોબીજને ૧૫ મિનિટમાટે એકદમ ઠંડા પાણીમાં મૂકી રાખો. ગાજરને છીણી નાખો.
હવે એક ગોળ પ્લેટમાં વચ્ચોવચ સેલડનંુ મિશ્રણ પાથરો..

તેના પર ફણગાવેલા સીંગદાણા તથા દાડમના દાણાથી સજાવટ કરો તેની ચારે બાજુ સમારેલ કોબીજ તથા ગાજરની છીણથી સજાવટ કરો. ત્યાર બાદ તેને ફ્રીજમાં મૂકી ઠંડુ થવાદો. એકદમ ઠંડુ થયા પછી જ પીરસવું. સેલડ ક્રીમ બનાવવા માટે ક્રીમને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણો, દહીં પણ ફીણીને તેમાં ભેળવી દો. બાકીની સામગ્રી તેમાં ભેળવી એકદમ ઠંડુ થાય તે માટે ફ્રીઝમાં મૂકવું.

No comments:

Post a Comment