Tuesday, January 13, 2015

For Diabities Vangio

બ્રોકોલી સ્ટસ્ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ ૧/૨ કપ બ્રોકોલીના ફૂલ
૧/૨ કપ બ્રોકોલીની દાંડી બારીક સમારેલી
૨ કપ મશરૃમના જાડા ટુકડા
૨ કપ બીન સ્પ્રાઉટ્સ
૩ કળી લસણ સમારેલું.
૨ ચમચી થાઈમ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ- (૧) એક મોટા વાસણમાં પાણી ગરમ કરી તેમાં બ્રોકોલીના ફૂલ, બ્રોકોલીની દાંડી અને મશરૃમ નાંખી ૧/૨ મિનિટ સુધી ઉકાળી લેવું. પછી તેને ગાળીને એકબાજુ મૂકો.
(૨) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૩) પછી તેમાં બીજી સામગ્રી નાંખી ૫ મિનિટ સાંતળી લો. ગરમ ગરમ પીરસો.

ફ્રેન્ચ બીન્સ ફુગશ

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૩ કપ ફણસી બારીક સમારેલી
૧/૪ કપ ચણાની દાળ પલાળેલી
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી અદડની દાળ
૪ થી ૬ મીઠા લીમડાના પાન
૧ ચપટી હિંગ
૧ ચમચી ખમણેલું આદું
૧/૪ ચમચી હળદર
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે અડદની દાળ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) તેમાં લીમડાના પાન, હિંગ અને આદુ નાંખી થોડી વધુ સેકંડ સાંતળો.
(૩) તેમાં ફણસી, ચણાની દાળ, હળદલ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સરખી રીતે મિક્સ કરી ઢાંકી રાખો.
(૪) ધીમા તાપે ફણસી અને ચણાની દાળ રાંધો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
(૫) ફણસી અને ચણાની દાળ રંધાઈ જાય પછી ઊંચા તાપે પાણી ન રહે ત્યાં સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારો.
કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

ઈન્ડિયન સ્ટર ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૭ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૧ કપ જાડુ ખમણેલું કાચું પપૈયું
૧ કપ ખમણેલી કોબી
૧/૨ કપ કેપ્સીકમની ઝીણી સમારેલી સ્લાઈસ
૧/૨ ચમચી રાઈ
૧ ચપટી હીંગ
૧ લીલું મરચું લાંબી ચીર કરેલું
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચા કોથમીર સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં હિંગ અને લીલું મરચું નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) પછી તેમાં બીજી બધી સામગ્રી નાંખી ચમચા વડે હલાવતાં રહેવું. ૨ થી ૩ મિનિટ ઊંચા તાપ પર સાંતળ્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

સ્ટર ફ્રાઈડ ટોફુ, મશરૃમ એન્ડ કેપ્સીકમ

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ કપ ટોફુ/લો ફેટ પનીરના ટુકડા
૧ કપ મશરૃમની સ્લાઈસ
૧/૨ કપ કેપ્સીકમ સમારેલા
૧ કપ ફલાવરના ફૂલ અડધા બાફેલાં
૧/૪ કપ લીલા કાંદાનો સફેદ ભાગ સમારેલો.
૧ ૧/૨ ચમચી ખમણેલું લસણ
૧ ૧/૨ ચમચી સોયાસીસ
૨ ચમચી તેલ
મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર.
ઉપરથી સજાવવા માટે
૧/૨ કપ લીલા કાંદાનો લીલો ભાગ સમારેલો
રીત ઃ (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને લસણ નાંખી ઊંચા તાપ પર સાંતળો.
(૨) તેમાં કેપ્સીકમ, ફલાવર અને મીઠું મેળવી ૨ થી ૩ મિનિટ સાંતળો.
(૩) તેમાં મશરૃમ, ટોફુ/પનીર, સોયા સૉસ અને મરીમિક્સ કરી ઊંચા તાપ પર થોડી વધુ મિનિટ સાંતળો પછી ગેસ પરથી ઉતારો.
લીલા કાંદા વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

કરેલા સ્ટરફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૨ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ કપ કારેલા છોલીને બી કાઢીને બારીક સમારેલા
૧ કપ કાંદા બારીક સમારેલા
એક ચપટી લાલ મરચાંની ભૂકી
એક ચપટી હળદર
એક ચપટી શુગર સબસ્ટિટયૂટ
૧ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ (૧) કાંદા પર થોડું મીઠું લગાડી ૧૦ મિનિટ એકબાજૂ મૂકો.
(૨) પછી કારેલાને એક નેપકીન પર મૂકી હળવે હાથે નેપકીન દબાવો જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે.
(૩) પછી તેને માઈક્રોવેવની ડિશ પર ગોઠવી ઊંચા તાપમાન પર ૩ મિનિટ માઈક્રોવેવ કરી વચ્ચે એક વખત હલાવી લીધા પછી બાજુ પર મૂકો.
(૪) એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા નાંખી સાંતળો.
(૫) તેમાં માઈક્રોવેવ કરેલા કારેલા સાથે બીજી સામગ્રી નાંખી મિક્સ કરો.
(૬) આ મિશ્રણને ધીમા તાપે થોડીવાર હલાવો જેથી કારેલા કરકરા થઈ જાય. પછી ગેસ પરથી ઉતારો.
* કારેલાં જલ્દીથી રંધાઈ જાય એટલા માટે થોડીવાર માઈક્રોવેવમાં મુકવા. માઈક્રોવેવ ન હોય તો ગેસ પર ધીમા તાપે હલાવતાં રહેવાથી પણ કારેલા રંધાઈ જશે.

ચીલી ગાર્લિક સ્ટર-ફ્રાય

તૈયારીનો સમય ઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૬ વ્યક્તિ માટે
સામગ્રી ઃ
૧/૨ કપ કોબી મોટી સમારેલી
૧/૨ કપ લીલા કાંદાના સફેદ ભાગના ચાર ટુકડા કરેલા
૧ કપ પાલક મોટી સમારેલી
૩/૪ કપ બેબીકોર્નની સ્લાઈસ અડધી બાફેલી
૩/૪ કપ બ્રોકોલીના ફૂલ અડધા બાફેલા
૧ કપ કેપ્સીકમના ટુકડા
૧/૨ કપ સ્લાઈસ કરેલી ઝૂડીની (ઇચ્છાનુસાર)
૧ ચમચી મરચાં-લસણની પેસ્ટ
૨ ચમચી કોર્નફલોર ૧/૨ કપ પાણીમાં મિક્સ કરેલો.
૧ ચમચો તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ-
(૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કોબી અને ૧/૪ કપ પાણી મેળવી કોબી રાંધો. છેવટે બધુ પાણી શોષાઈ જવું જોઈએ.
(૨) પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને પાલક મિક્સ કરી થોડી સેકંડ સાંતળો.
(૩) તેમાં બીજા શાકભાજી અને મરચાં-લસણની પેસ્ટનાંખી શાકભાજી બરાબર રંધાઇને કરકરા થાય ત્યાં સુધી હલાવતાં રહો.
(૪) છેલ્લે કોર્નફલોરનું મિશ્રણ અને મીઠું નાંખીને વ્યવસ્થિ રીતે મિક્સ કરો અને ઊભરો આવે ત્યાં સુધી રાંધો. પછી ગેસ પરથી ઉતારો
ગરમ પીરસો

No comments:

Post a Comment