Tuesday, January 13, 2015

Jain Vangio

બ્રોકોલી સ્ટસ્ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ ૧/૨ કપ બ્રોકોલીના ફૂલ
૧/૨ કપ બ્રોકોલીની દાંડી બારીક સમારેલી
૨ કપ મશરૃમના જાડા ટુકડા
૨ કપ બીન સ્પ્રાઉટ્સ
૩ કળી લસણ સમારેલું.
૨ ચમચી થાઈમ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ- (૧) એક મોટા વાસણમાં પાણી ગરમ કરી તેમાં બ્રોકોલીના ફૂલ, બ્રોકોલીની દાંડી અને મશરૃમ નાંખી ૧/૨ મિનિટ સુધી ઉકાળી લેવું. પછી તેને ગાળીને એકબાજુ મૂકો.
(૨) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૩) પછી તેમાં બીજી સામગ્રી નાંખી ૫ મિનિટ સાંતળી લો. ગરમ ગરમ પીરસો.

ફ્રેન્ચ બીન્સ ફુગશ

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૩ કપ ફણસી બારીક સમારેલી
૧/૪ કપ ચણાની દાળ પલાળેલી
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી અદડની દાળ
૪ થી ૬ મીઠા લીમડાના પાન
૧ ચપટી હિંગ
૧ ચમચી ખમણેલું આદું
૧/૪ ચમચી હળદર
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે અડદની દાળ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) તેમાં લીમડાના પાન, હિંગ અને આદુ નાંખી થોડી વધુ સેકંડ સાંતળો.
(૩) તેમાં ફણસી, ચણાની દાળ, હળદલ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સરખી રીતે મિક્સ કરી ઢાંકી રાખો.
(૪) ધીમા તાપે ફણસી અને ચણાની દાળ રાંધો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
(૫) ફણસી અને ચણાની દાળ રંધાઈ જાય પછી ઊંચા તાપે પાણી ન રહે ત્યાં સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારો.
કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

ઈન્ડિયન સ્ટર ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૭ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૧ કપ જાડુ ખમણેલું કાચું પપૈયું
૧ કપ ખમણેલી કોબી
૧/૨ કપ કેપ્સીકમની ઝીણી સમારેલી સ્લાઈસ
૧/૨ ચમચી રાઈ
૧ ચપટી હીંગ
૧ લીલું મરચું લાંબી ચીર કરેલું
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચા કોથમીર સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં હિંગ અને લીલું મરચું નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) પછી તેમાં બીજી બધી સામગ્રી નાંખી ચમચા વડે હલાવતાં રહેવું. ૨ થી ૩ મિનિટ ઊંચા તાપ પર સાંતળ્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

કરેલા સ્ટરફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૨ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ કપ કારેલા છોલીને બી કાઢીને બારીક સમારેલા
૧ કપ કાંદા બારીક સમારેલા
એક ચપટી લાલ મરચાંની ભૂકી
એક ચપટી હળદર
એક ચપટી શુગર સબસ્ટિટયૂટ
૧ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ (૧) કાંદા પર થોડું મીઠું લગાડી ૧૦ મિનિટ એકબાજૂ મૂકો.
(૨) પછી કારેલાને એક નેપકીન પર મૂકી હળવે હાથે નેપકીન દબાવો જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે.
(૩) પછી તેને માઈક્રોવેવની ડિશ પર ગોઠવી ઊંચા તાપમાન પર ૩ મિનિટ માઈક્રોવેવ કરી વચ્ચે એક વખત હલાવી લીધા પછી બાજુ પર મૂકો.
(૪) એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા નાંખી સાંતળો.
(૫) તેમાં માઈક્રોવેવ કરેલા કારેલા સાથે બીજી સામગ્રી નાંખી મિક્સ કરો.
(૬) આ મિશ્રણને ધીમા તાપે થોડીવાર હલાવો જેથી કારેલા કરકરા થઈ જાય. પછી ગેસ પરથી ઉતારો.
* કારેલાં જલ્દીથી રંધાઈ જાય એટલા માટે થોડીવાર માઈક્રોવેવમાં મુકવા. માઈક્રોવેવ ન હોય તો ગેસ પર ધીમા તાપે હલાવતાં રહેવાથી પણ કારેલા રંધાઈ જશે.

પડવાળી પૂરી

સામગ્રી

મેંદો – ૫૦૦ ગ્રામ, ઘી – ૫૦૦ ગ્રામ, દૂધ – ૧૫૦ ગ્રામ, ચોખાનો લોટ – ૬૦ ગ્રામ

રીત

મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. તેની પૂરી વણીને કપડું ઢાંકીને રાખો. બીજી બાજુ ચોખાના લોટમાં ઘી નાખીને ખૂબ ફીણીને સાટો કરો. આ સાટો બધી પૂરી પર ચોપડો. એકની ઉપર એક એમ છ પૂરી પર ચોપડી છ પૂરીનો વીંટો કરો. વીંટો વાળીને ચપ્પુથી કટકા કરો. તે કટકાને હાથ વડે દબાવીને ગોળ પૂરી જેવા પણ થોડા જાડો વણો અને ઘીમાં ધીમા તાપે તળો.

ગ્રિલ્ડ કોર્ન એન્ડ કેપ્સિકમ ટોસ્ટિઝ

સામગ્રી

બ્રેડ – ૮ સ્લાઇસ
મકાઇના દાણા (બાફેલા) – ૧ કપ
સમારેલું કેપ્સિકમ – ૧ નંગ
ચીઝનું છીણ – દોઢ કપ
સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ
સમારેલી કોથમીર – ૨ ચમચા
સમારેલી ડુંગળી – ૧ નંગ
મરીનો પાઉડર – ૭-૮ નંગ
મીઠું – સ્વાદ મુજબ

રીત

ઓવનને ૧૮૦ ડિગ્રી સે. પર ગરમ કરો. એક બાઉલમાં મકાઇના દાણા, કેપ્સિકમ, ચીઝનું છીણ, સમારેલા લીલાં મરચાં, કોથમીર, ડુંગળી, મરીનો પાઉડર અને મીઠું મિકસ કરો.

આ મિશ્રણના આઠ એકસરખા ભાગ કરો. લોઢી ગરમ કરી બ્રેડની સ્લાઇસને એક સાઇડે શેકો. બીજી તરફ મકાઇના દાણા અને ચીઝનું મિશ્રણ પાથરો. તેને બેકિંગ ટ્રેમાં ગોઠવી ટોપિંગ સુધી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બેક થવા દો. દરેક સ્લાઇસને ત્રાંસી કાપી ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.

ચોખા અને ચીઝના વડા

સામગ્રી

ચોખા – ૨૫૦ ગ્રામ, સમારેલી ડુંગળી – ૧ નંગ નાની, સમારેલી કોથમીર – ૨ ચમચા,સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ,ચીઝ – ૬૦ ગ્રામ,ઘઉનો લોટ – ૩૦ ગ્રામ,બ્રેડક્રમ્બ્સ – ૫૦ ગ્રામ,તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ

રીત

ચોખાને બાફી લઇ એક બાઉલમાં કાઢો. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીલાં મરચાં અને મીઠું ભેળવી મિકસ કરી લોટ જેવું બનાવો. તેમાંથી નાના નાના ગોળા વાળો. આ દરેક ગોળામાં વચ્ચે ચીઝ મૂકીને ફરી ગોળો વાળો. તેને એક તરફ રહેવા દો.

લોટમાં સહેજ મીઠું ભેળવી તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. દરેક વડાને ખીરામાં બોળી, હળવેથી બ્રેડક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. આછા સોનેરી રંગના થાય એટલે બહાર કાઢી ગરમ ગરમ જ ખાવ.

મકાઇ પનીરના સમોસા

સામગ્રી

પનીર – ૨૫૦ ગ્રામ, મકાઇના બાફેલા દાણા (અમેરિકન) – ૨૦૦ ગ્રામ, લીલાં મરચાં – ૨૫ ગ્રામ, બારીક સમારેલી કોથમીર – ૧૦૦ ગ્રામ, ગરમ મસાલો – ૧ ચમચી, મેંદો – ૨૫૦ ગ્રામ, મીઠું – પ્રમાણસર

રીત

સૌ પ્રથમ પનીર છીણો. બાફેલી મકાઇમાં પનીરનું છીણ મિકસ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, વાટેલાં લીલાં મરચાં અને બારીક સમારેલી કોથમીર નાખો. પછી બરાબર મિકસ કરો. મેંદામાં મીઠું તથા ૧ ચમચો તેલ નાખી પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસાની જેમ બધી રોટલીઓ તૈયાર કરી, પટ્ટી કાપી, સમોસા ભરો. આમાંથી સાદા સમોસા પણ વાળી શકાય. સમોસા ગરમ તેલમાં તળી, લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.

જૈન છોલે વિથ પૌંઆ પકોડા

સામગ્રી

૨૫૦ ગ્રામ છોલે (સફેદ ચણા), ૨ વાટકી પૌંઆ, ૧ વાડકી ઘઉંનો લોટ, ૧ ટે.સ્પૂન ચણાનો લોટ, મીઠું જરૃર મુજબ, ૨ ચમચી બારીક સમારેલા મરચાં, ૧ ચમચી લાલ મરચું પાવડર,૨ ચમચા ખાટું દહીં, ચપટી સાજીના ફૂલ, ૩ ચમચી ખાંડ, તળવા માટે તેલ, ૧ ચમચી રાઈ, ૧/૨ ચમચી હીંગ, ૨ ટે.સ્પૂન કોથમીર, ૩ ચમચી લીંબુનો રસ, નાનો ગાંગડો ગોળ.

રીત

ચણાને રાતભર પલાળી સવારે બાફી લેવા. તેમાં ૨ ટે.સ્પૂન તેલનો વઘાર મૂકી ૧ ચમચી રાઈ, સૂકા મરચાંના ટુકડા નાંખીને છોલે વઘારવા તેમાં ૧ નાનો ગાંગડો ગોળ નાંખી ખદખદે એટલે બાજુ પર રાખો.
હવે પૌંઆને છૂટા રહે તેટલા પ્રમાણમાં પાણી નાંખી નીતરવા દેવા. એક કથરોટમાં પૌંઆ, ઘઉં અને ચણાનો લોટ ૨ ચમચા મોણ તેમાં મીઠું મરચું ૨ લીલા મરચાં, ખાંડ, લીંબુ, હીંગ, સાજીના ફૂલ નાંખી બરાબર મિક્સ કરી દહીં નાંખી કણેક બાંધવી. પ્રમાણસર લુવા લઈ સહેજ દબાવીને તેલમાં તળી લેવા અને તળાયા પછી પાણીમાં નાંખી થોડીવાર પલળવા દેવા. સહેજ પોચા પડે એટલે એક ડિશમાં છોલે મૂકીને તેના પર પૌંઆના પકોડા ગોઠવી ઉપર કોથમીરથી ગાર્નિંશ કરવું.

No comments:

Post a Comment